અમદાવાદ -

કોરોના મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવા એક અહેવાલ આજે સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ર્નિણય પ્રમાણે મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યૂટીના આધારે ઈન્ટરનલ માર્કસ આપવાનો ર્નિણય કર્યો છે.

હાલ તમામ યુનિવર્સિટીઓ ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવી પરીક્ષા પણ ઓનલાઈન યોજવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ લીધેલા ર્નિણય પ્રમાણે મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીની કામગીરીને આધારે ઇન્ટરનલ માર્કસ આપવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ફિઝીકલ પરિક્ષા શક્્ય ન બનતા આજે એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાગ લેનારાઓએ જણાવ્યું હતું કે, હાલ મેડિકલના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓ કોવિડ ડ્યુટીમાં હોવાથી પરીક્ષાનું આયોજન થઈ શકે તેમ નથી. જેથી ઈન્ટરનલ માર્કસ તેમની કોવિડ કામગીરીને જાેઈને આપવામાં આવશે,