વડોદરા, તા.૧૨

વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીની પાછળ જ આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં ફરી ડ્રેનેજના ગંદા પાણી ઠલાવતાં સાથે તળાવની ફરતે ઝાડી-ઝાંખરાં ઊગી નીકળતાં સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતા સિદ્ધનાથ તળાવમાં પાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજના મલિન જળ સીધે-સીધા જાેડાણ કરીને તળાવની સુંદરતામાં દાગ લાગે તેવું કામ કરેલ છે. આ અંગે વારંવાર સિદ્ધનાથ તળાવની જાળવણી માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની નિષ્ક્રિય કામગીરીના ભોગે સિદ્ધનાથ તળાવનો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આ તળાવની દુર્દશા થઈ છે.