ગાંધીનગર-

સીએમ રૂપાણીએ નાણાંકીય વર્ષ 2020-21 માં અત્યાર સુધી કુલ રૂ. 2241.61 કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજનામાં મહાનગરપાલિકાને રૂ. 6 કરોડ 79 લાખની ગ્રાંટ ફાળવી છે, તદઅનુસાર, ગાંધીનગર મહાનગરમાં સેકટર 24,25,26 અને 27ના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ અને સેકટર-17ના 5.83 કિ.મી તેમજ સે-19ના 5.24 કિ.મી.ની લંબાઇના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ આ રાશિમાંથી હાથ ધરાશે. સીએમ વિજય રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાને જનભાગીદારીના કામો અન્વયે ખાનગી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવાના કામો અને ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જનવિકાસ કામો માટે 60 લાખ રૂપિયા ફાળવ્યા છે. તેમણે ભૂજ નગરપાલિકાને આ હેતુસર રૂ. 4 કરોડની ફાળવણી કરી છે. પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.