/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજી દેશી દારૂનો ઘૂંટડો પી ગયા! પાછળથી ભૂલ સમજાઈ

રાજપીપળા, તા.૯

ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન ધરતી માતાને ધરાવવાને બદલે મંત્રી રાઘવજી પટેલ દેશી દારૂનો ઘુંટડો ભુલથી પી ગયા હતા.જાે કે એમની બિલકુલ બાજુમાં ઉભેલા નેતાઓએ એમને આ દેશી દારૂ ધરતી માતાને ધરાવવાનો હોવાનું જણાવતા રાઘવજી પટેલને પોતાની ભુલનો એહસાસ થયો હતો. ડેડીયાપાડા ખાતેના આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા મુજબ પુજાવિધીનું આયોજન કરાયું હતું.આદીવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની વર્ષો જુની પરંપરા છે.એ પરંપરા મુજબ ત્યા હાજર મંત્રી રાઘવજી પટેલ સહિતના અન્ય નેતાઓને એક પાનમા દેશી દારૂ અપાયો હતો.એ દારુ ધરતી માતાને ધરાવવાનો હોવાની પરંપરાથી અજાણ રાઘવજી પટેલ એ દારૂનો ઘુંટડો મારી લીધો હતો.એમની બિલકુલ બાજુમાં ઉભેલા નેતાઓએ એ દારૂ વિધી મુજબ ધરતી માતાને ધરાવી દેવાનો હોવાનુ જણાવતા મંત્રીને પોતાની ભુલ સમજાઈ હતી.જે અંતર્ગત નર્મદા જિલ્લામાં દેડિયાપાડા આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અને નાંદોદ તાલુકામાં રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ કેમ્પસમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution