મુંબઇ 

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ અને રાઇઝિંગ સ્ટાર ફેઇમ રોહન પ્રીત સિંહ હાલમાં જ લગ્નનાં બંધનમાં બંધાયા છે. તેમનાં લગ્નનો વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. બંનેની જોડી ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની રિંગ સેરેમનીનાં કેટલાંક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં બંને સ્ટેજ પર 'મિલે હો તુમ હમકો' સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે. વીડિયોમાં રોહનપ્રીત સિંહ અને નેહાનો ક્યૂટ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. નેહા અને રોહનનાં વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યાં છે.

નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહનાં આ વીડિયોમાં રોહન તેને ઘુટણે બેસીને પ્રપોઝ કરતો પણ નજર આવે છે. જે જોઇને નેહા ઘણી જ ખુશ દેખાય છે અને બંને એકબીજાને ગળે લગાવી લે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ જોવાઇ રહ્યો છે. આ સાથે જ ફેન્સ આ વીડિયો પર ખુબ બધી કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. નેહા પિંક ટ્રેડિશનલ અવતારમાં નજર આવે છે તો રોહનપ્રીત વ્હાઇટ સૂટ અને પિંક પાઘડીમાં નજર આવે છે.

આ ઉપરાંત નેહાં અને રોહને મેરે હાથ મે તેરા હાથ હો.. સારી જન્નતે તેરે સાથ હો.. સોન્ગ પર ડાન્સ કર્યો હતો. 


સંગીત સેરેમની ઉપરાંત નેહા અને રોહનપ્રીતનાં લગ્નનાં પણ ઘણાં વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમનાં ફેરા અને રિસેપ્શનનાં વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં શેર થયા છે. નેહા અને રોહનપ્રીત સિંહેનું ગીત નેહૂ દા વ્યા પણ રિલીઝ થયુ છે જેને પણ ફેન્સે ઘણું પસંદ કર્યું છે.