પટણા-

આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુના થઈ ગયા. આ સાથે જ લાંબા સમયથી ચાલી આવતી ઉથલપાથલનો પણ અંત થઈ ગયો. પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી ઇન્જીઁનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો ર્નિણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જાેયા છે. હવે આગળ જે પણ જાેઈશું તે નીતિશના નેતૃત્વમાં જાેઈશું.

પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી ઇન્જીઁનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો ર્નિણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જાેયા છે. હવે આગળ જે પણ જાેઈશું તે નીતિશના નેતૃત્વમાં જાેઈશું.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિહારમાં કામ થયું છે પરંતુ આગળ વધુ કામ કરવાની જરૂર છે. નીતિશકુમાર જે પણ ર્નિણય લેશે અમે તેમની સાથે છીએ. પાર્ટીને મજબૂતી આપવાની જરૂર છે. બિહાર જ નહીં દેશને જેડીયુ પાસેથી અપેક્ષા છે. જેડીયુને ફરીથી નંબર વન બનાવવાની છે. આપણે ધર્મ નિરપેક્ષતા સામાજિક ન્યાય સાથે મજબૂતીથી ખડા રહેવાનું છે. આ બાજુ વશિષ્ઠ નારાયણ સિંહની ભૂમિકા પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે વશિષ્ઠ નારાયણ સિંહની મોટી ભૂમિકા રહી છે. તેઓ અમારી પાછે ડંડા લઈને ઊભા રહ્યા તે માટે આભારી છીએ. ઇન્જીઁના જેડીયુમાં વિલય પહેલા ઉપેન્દ્ર કુશવાહએ કહ્યું કે રાષ્ટ્ર અને રાજ્યના હિતમાં બિહારમાં સમાન વિચારધારાવાળા લોકોએ એક સાથે આવવું જાેઈએ. તે વર્તમાન રાજનીતિક માગણી છે. આથી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ નીતિશકુમારના નેતૃત્વમાં જેડીયુ સાથે વિલયનો ર્નિણય લીધો છે.