વડોદરા-

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ માંથી ચૂંટણી લડવાનું નકકી કરી આજે સવારે દીપક શ્રીવાસ્તવે વડોદરા શહેરના વોર્ડ નં-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ નહીં આપતાં મધુ શ્રીવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાંને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદસભ્યના ભત્રીજાને પણ ટિકિટ આપી છે. જોકે મારા પુત્રની ટીકીટ કપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.