/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધોરણ 10 અને 12ની માર્કશિટમાં કોઈ જગ્યાએ ‘માસ પ્રમોશન’ જેવુ નહીં લખાય, ગ્રેડિંગ સાથે જ માર્કશીટ અપાશે

ગાંધીનગર-

રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની ચિંતા અને ભયની લાગણી જોવા મળી રહી છે કે, માર્કશિટમાં માસ પ્રમોશન પ્રિન્ટ થઈને આવશે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓની કારકિર્દીમાં કોઈ અડચણ કે મુશ્કેલી તો ઊભી નહીં થાય ને? આ સંજોગોમાં શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશિટમાં માસ પ્રમોશન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ નહીં હોય. પરંતુ માર્કશિટમાં ફક્ત ગ્રેડિંગ સાથે જ માર્કશીટ બનાવવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરિક્ષાને રદ કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા એવી પણ જાહેરાત પણ કરવામાં આવી છે કે, ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની માર્કશિટ બનાવવાની તૈયાર કરી દેવાઈ છે. જો કે, પ્રારંભમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની માર્કશિટ તૈયાર કરવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ મૂંઝવણમાં હતું. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની માર્કશિટ બનાવવા માટે ખાસ સમિતિ બનાવાઈ છે.

આ ખાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલા તારણો અને પદ્ધતિના આધારે માર્કશિટ બનાવવામાં આવશે. જેના સૂચનો મુજબ માર્કશિટમાં કોઈ જગ્યાએ માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. તેમજ એવી પદ્ધતિ અપનાવવામાં આવશે કે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ નુકશાન ન થાય. આ પદ્ધતિ મુજબ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને તેમની અગાઉની પરિક્ષાના આધારે માર્કશિટમાં ગ્રેડિંગ આપવામાં આવશે. એટલું જ નહિ ધોરણ 10ની માર્કશિટ તૈયાર કરવા મા શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિમાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ન લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એવું લખવામાં આવશે. જેના કારણે કોઈ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિદેશ જવા માટે કોઈ તકલીફ નહીં.  

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution