અમદાવાદ-

કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન – સીટીએફ દ્વારા આજે ગુજરાતની વિવિધ 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીટીએફ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, કોરોનામાં મૃત્યુ પામેલ માતા-પિતાના બાળકોને 100% સ્કોલરશીપ સહિત નિઃશુલ્ક શિક્ષણ અપાશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને એસીપીસી અને કોલેજના ઓનલાઈન ફોર્મ ભરવાની મદદ કરવામાં આવશે. તેમજ ધો. 10 અને 12માં નાપાસ થયેલા/ભણવાનું છોડી દીધેલા વિધાર્થીઓ માટે ઓપન સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા પ્રવેશ મેળવી કારકિર્દી બનાવવા સહયોગ અપાશે. કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન કોમ્પ્યુટર એજ્યુકેશન, ડિસ્ટન્સ લર્નિંગ અને ઓપન સ્કૂલિંગ માટે વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવામાં મદદ કરે છે. અમદાવાદ ખાતે હોટેલ પ્લેટિનિયમમાં કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન એન્યુઅલ મીટિંગ અને એવોર્ડ સમારંભ યોજાયો આવ્યો હતો.

જેમાં સીટીએફ દ્વારા જણાવાયું હતું કે, કોરોનાની મહામારીના કારણે આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી દરેક વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. પરંતુ તેઓ માટે મનપસંદ કોર્સમાં/ફેકલ્ટીમાં પ્રવેશ મેળવો શક્ય નથી, તેવા વિદ્યાર્થીઓ માટે એફ-ટીઇએલ ફ્લેક્સિબલ ટેકનોલોજી ઇનેબલ લર્નિંગ કાર્યક્રમ દ્વારા યુ.જી.સી. માન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને ઓનલાઇન સ્ટડી મારફતે ઉંમરના કોઈપણ અવરોધ વિના, નોકરીની સાથે વિદ્યાર્થી પોતાનો મનગમતો કોર્સ કરી સરળતાથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે પોર્ટલ લોન્ચ કરાયું છે. સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિદેશ જવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાતમાં ફ્રી માર્ગદર્શન અને કોચિંગ અપાશે. જેમાં કોમ્પ્યુટર ટેક્નોલૉજી ફાઉન્ડેશનના ચેરમેન હેમાંગ રાવલ, ન્યુ એરા એજયુકેશનના ડિરેક્ટર ઝંકૃત આચાર્ય, ફેડરેશન ઓફ એસોસિયેશનના પ્રમુખ વિજય મારુ, ફેડરેશન ઓફ એસોસિયેશનના જનરલ સેક્રેટરી શ્રીમાન પ્રકાશ કરમચંદાની તથા ફર્સ્ટ ઇમ્પેક્સિવના ડિરેક્ટર કૃતિબેન ત્રિવેદી અને હાર્દિક ઠક્કરેએ હાજર રહીને શિક્ષણના જુદા જુદા વિષય ઉપર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.