પાટણ-

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધોરણ-10 અને 12ના વર્ગખંડો શરૂ કરવાની શાળાઓને મંજૂરી આપી હતી. જેથી હાલમાં શૈક્ષણિક સંકૂલોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ વર્ગખંડોમા અભ્યાસ શરૂ કર્યો છે, ત્યારે ફરી એક વખત સરકારે છેલ્લા અગિયાર મહિનાથી બંધ પડેલા ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓને સૂચનાઓ આપતા સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગ ખંડો શરૂ થયા છે. પાટણ જિલ્લામાં ધોરણ 9ના 20,721 અને ધોરણ 11ના 9.,901 મળી કુલ 30,622 વિદ્યાર્થીઓ પૈકી 30 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાથે સોમવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. પાટણની બીડી સાર્વજનિક વિદ્યાલયમાં શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી, સેનિટાઈઝ કરાવી માસ્ક આપી પ્રવેશ આપ્યો હતો અને વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે ગત અગિયાર મહિનાથી બંધ પડેલા ધોરણ 9 અને 11ના શૈક્ષણિક વર્ગો સોમવારે વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા સાથે પુનઃ ધમધમતા થયા છે. શહેર સહિત જિલ્લામાં ધોરણ 9 અને 12ના વર્ગોનું શૈક્ષણિક કાર્ય સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ આવ્યા હતા. જેમને શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.