અમદાવાદ-

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી અંતર્ગત નેશનલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ મીટ - ૨૦૨૦ યોજવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી માટે કાર્યરત સંસ્થા અને રાજ્યની ૩ યુનિવર્સિટીને જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) જજઈંઙ- પ્રશંસા એવોર્ડ સહિત બેસ્ટ કોઓર્ડિનેટર અને બેસ્ટ મેન્ટર્સ સહિત કુલ ૩ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે આ પ્રસંગે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત રહે છે. રાજ્ય સરકાર દ્વારા પણ જીટીયુની આ કામગીરીને ધ્યાનમાં લઈને પ્રશંસા એવોર્ડ એનાયત કર્યો છે.વર્ષ-૨૦૧૭થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી શરૂ કરવામાં આવેલ છે. સરકારશ્રીની આ પોલિસીમાં સહભાગી થવા હેતુસર જીટીયુ દ્વારા પણ રાજ્યમાં અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ સહિત ૪ રીજનલ સેન્ટર્સ શરૂ કરવામાં આવેલ છે.