અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ડિપ્લોમાથી માડી પીએચડીના અભ્યાસ ક્રમ ચલાવાય છે અને અત્યાર સુધી પીએચડીની ડીગ્રી આપવામાં આવે છે ત્યારે હવે પીએચડી પછી એટલે કે પોસ્ટ ડોકટરેટ અભ્યાસક્રમો શરૂ કરી સ્કોર્લ્સને પોસ્ટ ડોકટરેટની ડિગ્રી પણ અપાશે. આ પોસ્ટ ડોકટરેટની ડિગ્રીમાં અભ્યાસ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું પણ શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત 14મી જુનથી 3 જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ફી ભરવાની રહેશે. આ પોસ્ટ ડૉક્ટરેટ ડિગ્રી કોર્સીસ માટે ૧૪મી જુનથી ૩ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે અને ફી પણ ઓનલાઈન ચુકવવાની રહેશે.જ્યારે ૯મી જુલાઈએ ઉમેદવારો પાસે હાર્ડ કોપી સાથે જરૃરી ડોક્યુમેન્ટ રૃબરૃ જમા કરવાના રહેશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી-ડિપ્લોમાંથી માંડી પીએચડીના અભ્યાસક્રમ ચલાવાય છે અને જેમાં અત્યાર સુધી પીએચડી સુધીની ડિગ્રી અપાય છે ત્યારે હવે પીએચડી પછીના એટલે પોસ્ટ ડોક્ટરેટ અભ્યાસક્રમો શરૃ કરી સ્કોલર્સને પોસ્ટ ડૉક્ટરેટની ડિગ્રી પણ અપાશે. પોસ્ટ ડૉક્ટરેટના અભ્યાસક્રમોમાં યુનિ.દ્વારા સાન્યસમાં ડી.એસસી એટલે કે ડૉક્ટરેટ ઓફ સાયન્સ ,લિટરેચરમાં ડી.લિટ એટલે કે ડૉક્ટરેટ ઓફ લિટરેચર અને લૉમાં એલએલડી એટલે કે ડૉક્ટરેટ ઓફ લૉ સહિતના ત્રણ રેગ્યુલર અભ્યાસક્રમો ચલાવાશે અને જેમાં ચાર વર્ષના રેગ્યુલર અભ્યાસ બાદ ક્વોલિફાઈ થયેલા સ્કોલર્સને ડી.એસસી,ડી.લિટ અને એલએલડીની રેગ્યુલર ડિગ્રી કોન્વોકેશન સમયે એનાયત કરાશે.