અમદાવાદ-

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC NET પરીક્ષા ડિસેમ્બર 2020ની તારીખની જાહેરાત કરી છે. જુનિયર રિસર્ચર ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર પદ માટે પરીક્ષા મેં માસમાં થશે. એની જાણકારી કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે. આ વર્ષે UGC NETની પરીક્ષા 2 મેથી શરુ થઇ જશે.

શિક્ષા મંત્રી તરફથી જારી નોટિસ અનુસાર યુજીસી-નેટની પરીક્ષા 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 17 મેં કરાવવામાં આવશે. ડેટ જારી કરતા શિક્ષણ મંત્રીએ લખ્યું, આ પરીક્ષામાં શામેલ થવા વારા વિદ્યાર્થીઓને શુભકામના આપું છું. ઇચ્છુક કેન્ડિડેટ NTA ઓફિશિયલ વેબસાઈટ પર જારી ઇન્ફોર્મેશન બુલેટિન જોઈ શકે છે UGC NET પરીક્ષામાં રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન આવેદન 2 ફેબ્રુઆરીથી શરુ થઇ ગયા છે. જેની છેલ્લી તારીખ 2 માર્ચ સુધી છે.

UGC NET માટે આવેદન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. આવેદન કરવા માટે સૌથી પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર વિઝીટ કરો. એમાં હોમ પેજ પર New Registration માટે લિંક પર ક્લિક કરો. એમાં તમે મોબાઈલ નંબર અને ઇમેઇલની મેદદથી રજીસ્ટ્રેશન કરી શકો છો. ત્યાર પછી તમે મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જશે. એની મદદથી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. જેની છેલ્લી તારીખ 2 માર્ચ છે.આમ આવેદન કરવા માટે જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા અને ઓબીસી, EWSમાં આવતા ઉમેદવારો માટે 500 રૂપિયા હશે. એ ઉપરાંત એસટી, એસસી અને ટ્રાન્સજેન્ડર માટે એપ્લિકેશન ફી 250 હશે.