દિલ્હી-

ભારતીય રેલવે હવે 44 વંદે ભારત ટ્રેનો માટે અંદાજે 2000 કરોડ રૂપિયાની બોલી મંગાવવા જઈ રહ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બિડીંગ માનવામાં આવી રહ્યું છે. તેમાં ફક્ત દેશી કંપનીઓ જ બોલી લગાવી શકશે. અગાઉ ચીની કંપનીએ પણ આ બોલી માટે રસ દાખવ્યો હતો. પણ હવે સાફ થઈ ગયું છે કે, આ બીડિંગમાં ફક્ત ભારતીય કંપનીઓ જ બોલી લગાવી શકશે. તેનું બીડિંગ ઓનલાઈન અને લાઈવ હશે. જે સૌથી ઓછી બોલી લગાવશે, તે કંપનીને આ ટ્રેન બનાવવાનું ટેન્ડર મળી જશે.

જાહેર થયેલ રિવાઝ્‌ડ ટેન્ડરને બે કારણોને લીધે ઘરેલું કહેવામાં આવી રહ્યું  છે. પહેલી વાત તો એ કે, તેમાં 75 ટકા લોકલ કન્ટેન્ટ હશે, જ્યારે આ પહેલાં બિડમાં 50 ટકા લોકલ કન્ટેન્ટ રાખવાની વાત કહેવામાં આવા છે. અને બીજું કારણ એ છે કે ભારતીય કંપનીઓ જ આ ટેન્ડર માટે બોલી લગાવી શકશે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કેમ કે આર્ત્મનિભર ભારત હેઠળ મેક ઈન ઈન્ડિયા અને ઘરેલું મેન્યુફે્‌ક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી શકે. ટેન્ડર અનુસાર આ ટ્રેનો આઈસીએફ ચેન્નાઈ, આરસીએપ કપૂરથલા અને એમસીએફ રાયબરેલીમાં બનાવવામાં આવશે. આ ટેન્ડરમાં બોલી લગાવવા માટે પહેલું ચરણ પર અને દે બાદ જ બોલી લગાવી શકશે.