દિલ્હી-

ઓડિયા ફિલ્મ અભિનેતા અને બીજૂ જનતા દળના સાંસદ અનુભવ મોહંતીએ આ વર્ષે જુલાઇમાં દિલ્હીની એક પોર્ટમાં અભિનેત્રી અને પત્ની વર્ષા પ્રિયદર્શની સામે ડિવોર્સની અરજી દાકલ કરી. અનુભવ અને વર્ષા વચ્ચે ઝઘડાની જાણકારી કટકમાં અભિનેત્રી દ્વારા એક સ્થાનીય કોર્ટમાં 7 સપ્ટેમ્બરના રોજ પોતાના પતિ તથા અભિનેતાની સામે ઘરેલૂ હિંસાની અરજી દાખલ કરાવ્યા પછી સામે આવી છે.

તો બીજી તરફ અનુભવે કહ્યું કે, વર્ષાને મેં ખૂબ પ્રેમ કર્યો છે અને તેની સાથે લગ્ન કર્યા છે. હું સફળ મહિલા તરીકે વર્ષાનું ખૂબ સન્માન કરું છું. મારા લગ્ન લાંબા સમયથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. મેં મારા સ્તરે તર્ત કરવા, સમજવા અને સમજાવવા અને સુધારવાની ઘણી કોશિશ કરી છે. દુર્ભાગ્યથી સ્થિતિ યોગ્ય રહી નહીં.

તેમણે આગળ કહ્યું, માટે સૌહાર્દપૂર્ણ રીતેથી અલગ થઇ જવું જ સૌથી યોગ્ય રીત છે. મેં અને મારા પરિવારે ઈમાનદારીથી પરસ્પર સહમતિથી અલગ થવાને લઇ પૂરી કોશિશ કરી. કારણ કે અમે એકબીજાની સામાજિક છવિ અને પ્રતિષ્ઠા વિશે ચિંતિત હતા. બંનેના લગ્ન 2014માં ફેબ્રુઆરી મહિનામાં થયા હતા.

પોતાની અરજીમાં અનુભવે આરોપ લગાવ્યો છે કે, તેમની પત્ની યૌન સંબંધો અને સ્વાભાવિક દાંપત્ય જીવનની પરવાનગી આપતી નહોતી. વર્ષા સાથે શારીરિક અંતરંગતા સ્થાપિત કરવાના ગંભીર પ્રયાસો પછી તેમને નિરાશા જ હાથ લાગી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે અનુભવે પત્નીને સ્પર્શ કરવાની કોશિશ કરી કે તેની સાથે સંબંધ બનાવવાની કોશિશ કરી તો તે તેની પરવાનગી આપતી નથી. જેને લીધે તે નાખુશ છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, વર્ષા 2016થી જ તેમના પર સહ કલાકારો સાથે અફેર્સના ખોટા આરોપો લગાવી રહી હતી. તો બીજી તરફ વર્ષાએ પોતાની અરજીમાં અનુભવ પર માતા બનવાના અધિકારોથી વંચિત કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે અનુભવ દારૂડિયો છે અને તેના ઘણાં અફેર્સ છે.

વર્ષાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે પણ તે પોતાના પતિ અનુભવને દારૂ પીવાથી રોકતી હતી કે ના પાડતી તો તે ગુસ્સે થઇ જતો અને તેની સાથે મારપીટ કરતો અને જબરદસ્તીથી ઘરની બહાર કાઢવાની કોશિશ પણ કરતો હતો. વર્ષાએ સાંસદ પર માનસિક રીતે હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.