અમદાવાદ-

અમદાવદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાં પૂર્વ ચેડા બાજુ આવેલા દૂધેશ્વર કાલભૈરવના મંદિર થી સ્મશાનની મેલડી માતાના મંદિર સુધીના રિવરફ્રન્ટના ભાગમાં જાપાનીઝ પધ્ધતિ દ્વારા એક મીની જંગલ ઉગાડવામાં આવશે, જે પ્રક્રિયાને મિયાવાકી પધ્ધતિ કહેવામાં આવે છે, આ પધ્ધતિથી ઉગાડવામાં આવેલા છોડ અને ઝાડો ફક્ત ઓક્સિજનનું ઉત્સર્ગ કરશે જેથી રોજ સવારે ચાલવા નીકળતા વ્યક્તિઓને શુદ્ધ ઓક્સીજન મળી રહે. કહેવામાં આવે છે કે રિવરફ્રન્ટના 9000 સ્ક્વેર મીટરના વિસ્તારમાં 32900 વ્રુક્ષો જાપાની ટેકનીક દ્વારા ઉગાડવામાં આવશે, આ વન તૈયાર થયા પછી તેમા 50 હજારથી વધુ પક્ષીઓ વસવાટ કરી શકશે. પૂર્વ વિસ્તારમાં ફેકટરીઓ વધુ હોવાના કારણે કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોની જિંદગી ઉપર માઠી અસર નાં થાય અને તેને બેલેન્સ કરવા માટે આ વિચાર સુઝ્યો છે, જેનાથી લોકોને સારા પ્રમાણમાં ઓક્સીજન પ્રાપ્ત થાય તેના માટે આ મહેનત શરુ કરવામાં આવી છે. જાપાની પધ્ધતિ દ્વારા ઉગાડવામાં આવેલા વૃક્ષો બે વર્ષની અંદર 2 ફૂટ થી લઈને 18 ફૂટ સુધીની હાઈટ વાળા તૈયાર થઈ જાય છે.