અમદાવાદ-

સાઉથ આફ્રિકામાં દુકાનો-મોલમાં ભારે લુંટફાટ ચલાવીને તોડફોડ કરીને નુકશાન કર્યું છે. જેને કારણે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચવાસીઓ પરિવારોમાં ઘેરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ભરૂચમાં રહેતા પરિવારજનો પોતાના સ્વજનોને સતત ફોન કરીને ખબર કાઢી રહ્યાના સમાચારો મળી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો ની દુકાનો માં લૂંટફાટ ચાલુ થઈ જતા અને ગુજરાતીઓ ઉપર હુમલા થતા ભારે દહેશત જોવા મળી રહી છે, અહીં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન કુલ 72 લોકોનાં મોત થઇ ગયા છે. અહી હુમલાખોરો ના ટોળાઓ ખુલ્લેઆમ દુકાનો પણ લૂંટી રહયા છે અને ભાગદોડ થતા કેટલાંય લોકોનાં મોત થયાં છે. પોલીસ અને સેનાને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સથી ફાયરિંગ કરવું પડ્યું હતું. અત્યારસુધીમાં 1200થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ હિંસા દેશનાં બે રાજ્યોના ગરીબ વિસ્તારોમાં થઈ છે. અહીં હુમલાખોરેએ એક રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી છે અને એને કારણે એ બંધ કરવું પડ્યું છે. દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંતના ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલ પ્રાંતોમાં હિંસા ફાટી નિકળી છે. જોકે, હિંસાને રોકવા માટે સૈન્યને પણ ઉતારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે.