અમદાવાદ,  ગાંધીનગરની લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના ઇન્ટર્નલ માર્ક અને એસેસમેન્ટ થયેલા સંપૂર્ણ પેપર્સની નકલ મેળવવા માટે  માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ કરેલી અરજીનો જે જવાબ મળ્યો તે તેના માટે આંચકાજનક હતો. તેની અરજીના જવાબમાં તેને સામે કહેવાયું હતું કે ભારતીય નાગરિકતા અંગેનો પુરાવો આપો.ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય દ્વારા આપવામાં આવેલા  જવાબમાં અરજદારને નાગરિકતા અંગેનો પુરાવો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.  

 ડિસેમ્બરનો  જવાબ જે અરજદારને આગલા દિવસે મળ્યો છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે અરજદાર દ્વારા નાગરિકતાનો પુરાવો આપ્યા બાદ માંગેલી માહિતી આપવાની પ્રક્રિયા ધ્યાન પર લેવામાં આવશે. કલમ -૬ મુજબ ભારતીય નાગરિકોને માહિતી માંગવાનો અધિકાર છે.ગુજરાત યુનિ.ના ૬૮માં કોન્વોકેશનમાં રાજ્યપાલ અને શિક્ષણ પ્રધાનના હસ્તે ચાર ગોલ્ડ મેડલ મેળવનાર કાયદાની વિધાર્થિનીએ ગુજરાત એક્સ્લુઝિવ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “ગુજરાત યુનિ. તરફથી  જે જવાબ આપવામાં આવ્યો છે, તેનાથી હું ખૂબ જ નિરાશ થઈ છું”.“આ મુદ્દે લૉ સ્ટુડન્ટએ વધુમાં જણાવ્યું કે – હવે આ અંગેરાજ્યપાલ અને શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરીશ. જવાબને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારીશ.અમદાવાદ સ્થિત  હેલ્પલાઈન વોલેન્ટિયર – પંક્તિ જાેગે જણાવ્યું હતું કે “જાહેર માહિતી અધિકારીએ જવાબમાં અરજદારની નાગરિકતા અંગે શંકાના કારણો લેખિતમાં રજૂ કરવા પડે. નાગરિકતા અંગેની શંકાના કારણો રજૂ કરીને જ જાહેર માહિતી અધિકારી અરજદાર પાસેથી નાગરિકતા અંગેનો ડેકલેરેશન માંગી શકે”.