વડોદરા તા ૧૬

 આતંરાષ્ટ્રીય બજારમાં ક્‌ુડ ઓઇલનાં ભાવમાં ભડકો થતા તેની નકારાત્મક અસરો ઓઇલ કંપનીઓ પર પડી રહી છે અને પેટ્રોલ- ડિઝલ સપ્લાય કરતી કંપનીઓની ખોટ વઘતા શહેર –જિલ્લાનાં પંપો પર પેટ્રોલ અને ડિઝલનો પુરતો જથ્થો આપવામાં બંઘ કરવામાં આવતા શહેર – જિલ્લાનાં અનેક પેટ્રોલ અને ડિઝલ પંપો પર ડિઝલ અને પેટ્રોલ બંઘનાં પાટીયા જાેવા મળી રહ્યા છે.આંતરીત સુત્રો દ્રારા મળતી માહીતી પ્રમાણે થોડા દિવસો બાદ પેટ્રોલ અને ડિઝલની અછતનો ભડકો થાય તેવા એધાંણ વર્તાય રહ્યા છે. હાલ સરકારી કંપનીઓ વડોદરામાં સ્થાનિક કક્ષાએ પંપો પર ગ્રાહકોને અગવડનાં પડે તે રીતે જથ્થો સાચવી રાખવાનો પ્રયત્નો કરી રહ્યા છે. મઘ્ય ગુજરાતમાં ભરૂચ અને આણંદ જિલ્લા માં પેટ્રોલ અને ડિઝલનાં વેચાણ પર પચાસ ટકા કાપ પ્રમાણે જથ્થો પંપ સંચાલકો ને આપવામાં આવતા ગ્રાહકો ને હાલાકી પડી રહી છે. પેટ્રોલપંપ સંચલાકોની માંગ સામે ઓઇલ કંપનીઓ પુરતો જથ્થો ન મોકલતા પેટ્રોલમાં ૨૦ ટકા અને ડિઝલમાં ૪૦ ટકાથી વઘુની ઘટ પડી રહી છે.જાે કે પંપ સંચાલકો સરકાર સાથેની બેઠક બાદ પરિસ્થિતમાં બદલાવ આવશે એ આશા રાખી રહ્યાં છે.

પચાસ ટકાનો સપ્લાયમાં કાપ

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત ૧૨૫ ડોલર પ્રતિ બેરલ વેચાઇ રહ્યું છે. સરકારી કંપનીઓ ને હાલની સ્થિતિમાં ડિઝલ પ્રતિ લીટર રૂપિયા ૨૫ અને પેટ્રોલ પર પ્રતિ લીટર ૧૭ રૂપિયા ની આસપાસ ખોટ જઇ રહી છે. એટલે કંપનીઓ પણ પંપ સંચાલકો ની માંગ પ્રમાણે તેમને જથ્થો મોકલતા નથી. જેટલો જથ્થો વઘુ મોકલે તેટલી તેમની કંપનીઓ ની ખોટમાં વઘારો થઇ રહ્યો છે. વડોદરા પેટ્રોલ પંપ એસોશીશએન નાં સેક્રટરી ચેતનભાઇ પંડયાએ જણાવ્યું હતુ કે પંપ સંચાલકો ચાર ગાડી પેટ્રોલ કે ડિઝલની માંગ કરે ત્યારે કંપનીઓ બે ગાડીઓ મોકલે છે એટલે કે પચાસ ટકા નો સપ્લાયમાં કાપ જાેવા મળી રહ્યો છે.

ખેતીકામમાં ડીઝલની જરૂરિયાત વધવાની સામે જથ્થો અપૂરતો

હાલ ખેતરો ખેડવા સાથે ગ્રામ્ય વિસ્તારો માં ખેતીનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે ખેડુતો ને જમીન ખેડાણ ટ્રકટર દ્રારા ચાલી રહ્યું છે ડિઝલનાં ગ્રામ્ય વિસ્તારોમાં વઘી છે પરંતુ પુરતો જથ્થો નથી. એટલે ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને તાલુકા મથકો પર આવેલ પંપો પર ડીઝલનું અછતનાં કારણે ખેડુતોની મુશકેલીઓ વઘી છે. શહેર – જિલ્લામાં પંપ સંચાલકોને પેટ્રોલ અને ડિઝલનો પુરતો જથ્થો ન મળતા જેટલો જથ્થો મળે છે એટલું વેચાણ કરે છે જેવો સ્ટોક પુરો થઇ જઇ એટલે વેચાણ બંઘનું પાટીયું લગાડી દેવામાં આવે છે. અને જયારે પાછો જથ્થો મળે એટલે ઇઘંણનું વેચાણ ચાલુ કરવામાં આવે છે. પંપ સંચાલકો ને કેહવું છે પેટ્રોલ અને ડિઝલનાં પુરતા જથ્થો માંગ પ્રમાણે મળે તેની રજુઆત રાજ્ય સરકારનાં પ્રતિનિઘિઓ ને વચ્ચે રાખી સરકારી કંપનીઓ સાથે બેઠકો પણ યોજી છે પણ કોઇ નિવડો આવ્યો નથી.

કન્યુઝમર કેટગરીના મોટા ગ્રાહકો સીધા રીટેલ પંપો પરથી ડીઝલની ખરીદી કરી રહ્યા છે કન્યુઝમર કેટગરીના મોટા ગ્રાહકો સીધા રીટેલ પંપો પરથી ડીઝલની ખરીદી કરી રહ્યા છે

સરકારી કંપનીઓ દ્રારા કેટગરી ઇન્સ્ટીટુયસનલ કન્યુઝર મોટા ગ્રાહકો ની એક અલગ શ્રેણી છે સરકારી કંપનીઓ દ્રારા મોટા ગ્રાહકો કે જેમની દેનિક ૧૦ હજાર થી ૨૦ હજાર લીટરની ડિઝલ આવા મોટા ગ્રાહકો ને અલગ થી તેમની જરૂરીયાત પ્રમાણે પંપ ફાળવવામાં આવે છે. અને તેમનો ભાવ પણ પ્રતિ લીટર રીટેલ ભાવ કરતા વઘુ હોય છે. હાલ કન્યુઝમર કેટગરીમાં ડિઝલનો ભાવ રીટેલ ભાવ કરતા ૨૫ રૂપિયા વઘારે છે. હાલ પંપો પર થી ડિઝલનો ભાવ ૯૧.૮૨ પેસા છે. જયારે કન્યુઝમર કેટગરીમાં ૧૧૬ રૂપિયા પ્રતિ લીટર ભાવ છે સામાન્ય દિવસોમાંાં રીટેલ પંપો પર વેચાતા અને કન્યુઝમર કેટગરી નાં ંપપો પર વેચાતા ડિઝલનાં ભાવમાં મોટો ફેરફાર હોતો નથી.. હાલ ૨૫ રૂપિયા પ્રતિ લીટર વઘુ ભાવ કન્યુઝમર કેટગરીમાં હોવાથી તેઓ રીટેલ પંપોથી ડિઝલનો જથ્થો ઉપાડે છે.. એકબાજુ સરકારી કંપનીઓમાંથી પંપ સંચાલકો ને ડીઝલની માંગ સામે પચાસ ટકાનાં કાપ સાથે ડિઝલનો જથ્થો મળે છે. રીટેલ ંપપોનાં સંચાલકોનંં કેહવું છે કે રીટેલ પંપ પરથી વેચાણ પર એવી કોઇ બાઘ નથી કે કોઇ ગ્રાહકને વઘુ જથ્થો માંગે એટલે ના આપી શકાય. એટલમોટા ગ્રાહકો ડિઝલ માંગે એટલે અમે તેનું વેચાણ કરીએ છીએ.

પેટ્રોલ - ડીઝલ નથીના પાટીયા મારી દીઘા છે ઃ પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ

 ગુજરાતભરમાં પેટ્રોલ અને ડિઝલની અછતને લઇને લોકોમાં ચિંતા વઘી છે. પેટ્રોલ અને ડિઝલની અછત થશે તો મોંઘવારી વઘશે. કેટલાક પેટ્રોલ પંપો પર ઇંઘણ ખરીદવા ગ્રાહકોની લાંબી કતારો જાેવા મળી રહી છે. કેટલાક પંપો પર પેટ્રોલ- ડિઝલ નથી નાં પાટીયા માર્યા છે. પરંતુ વાસ્તવિકતા જુદી છે તેમ કહી રાજ્યનાં પેટ્રોલયિમ મંત્રી મુકેશ પટેલે રાજપીપળા ખાતે જણાવ્યું હતુ કે આજે દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ ડિઝલનો પુરતો જથ્થો છે ખાંનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ નાં વેચાણમાં ૨૧ રૂપિયાનો તફાવત છે. સરકારી કંપનીઓ પોતે ખોટ ભોગવી રહી છે અને ગ્રાહકોને સસ્તુ ઇંઘણ વેચી રહી છે. ૧૪૪૦ ખાંનગી કંપનીઓનાં પંપો ઇંઘણ ૨૧ રૂ પિયા ભાવવઘારે હોવાથી ગ્રાહકો ત્યાં જતા નથી. એટલે ખોટ જતા ખાંનગી કંપનીઓએ પેટ્રોલ ડિઝલ નથી નાં પાટીયા માર્યા છે સરકારી પંપો પર ગ્રાહકોની વઘતા લાંબી કતારો જાેવા મળે છે. સરકારી પંપો પર ઇંઘણનો પુરતો જથ્થો છે. કોઇએ પણ પેટ્રોલ કે ડિઝલ વઘારે ભરાવવું જાેઇએ નહી ટુક સમયમાં બઘુ બરાબર થઇ જશે.