મની પ્લાન્ટને ક્યારેય અન્ય વ્યક્તિની નજર પડે તેમ ન રાખો. તેને બહાર કે ગેટના પ્રવેશ કરનારા સ્થાનથી દૂર રાખો. ઘરની અંદર પણ તેને લોકોથી છૂપા સ્થાને રાખો. મની પ્લાન્ટ સરળતાથી ખરાબ નજરથી પ્રભાવિત થાય છે માટે તેની સુરક્ષા જરૂરી છે. જો તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવી રહ્યા છો તો ખાસ વાતનું ધ્યાન રાખો ભૂલથી પણ મની પ્લાન્ટને નોર્થ ઈસ્ટ ઝોનમાં ન રાખો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થશે અને સાથે ઘરના સભ્યો પણ બીમાર થઈ શકે છે. તો તમે ખાસ ધ્યાન રાખીને ઘરમાં આ છોડ રાખો.

ઘરમાં ક્યારેય પણ તૂટેલા કે સૂકાઈ ગયેલા પાનના છોડ ન રાખો, ઘરમાં મની પ્લાન્ટ ન લગાવો. આવા પાનથી આર્થિક સમસ્યાઓ સર્જાય છે અને સાથે જ આ છોડના કોઈ પણ ભાગને જમીનથી ન અડે તેનું ધ્યાન રાખો. તેનાથી ઘરમાં ચિંતા વધે છે. અનેક લોકો મની પ્લાન્ટને બગીચામાં કે એવી જગ્યાએ રાખે છે. સાચી રીતે તો તેને ઘરની અંદર રાખવા જરૂરી છે. આમ કરાશે તો જ તેનો લાભ મળશે. તો તમે તેને ઘરમાં યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં રાખીને લાભ લો.જો તમે મની પ્લાન્ટ લગાવો છો તો તેનું પાણી બદલવું જરૂરી છે. રોજ નહીં પણ અઠવાડિયે એક વાર આ પ્લાન્ટનું પાણી બદલો. તેને માટે યોગ્ય દિશા દક્ષિણ પૂર્વ છે. તેને આ દિશામાં રાખવાથી સકારાત્મક પરિણામ મળે છે.