અમદાવાદ-

સિવિલ સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં બાળકો માટે રૂપિયા 470 કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલા 850 બેડ ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ છે. વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું કે બાળકો માટે હ્રદય હોસ્પિટલ બને. કારણ કે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે. નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષમાં લઇને તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યું હતું. જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતાં ખરા અર્થમાં સાકાર થયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલ સંકુલમાં નવનિર્મિત બાળ હદયરોગની અત્યાધુનિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ મહાપ્રોજેક્ટ હોસ્પિટલમાં નવજાત બાળકોને પણ હૃદયરોગ સંબંધિત લેટેસ્ટ સારવાર મળી શકશે. આ હોસ્પિટલને દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવશે.