દિલ્હી-
દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસની દવાને ડ્યૂટી ફ્રી જાહેર કરી દીધી સાથે કેન્દ્રને આદેશને આદેશ આપ્યો કે બ્લેક ફંગસના ઇંજેક્શન ખરીદવા માટે વિશ્વમાં કોઇ રોકી રહ્યું નથી. તેથી જ્યારે દેશમાં દવાની અછત છે, ત્યારે મેડિસિનની આયાતને ડ્યૂટી ફ્રી કરવી જોઇએ. કરાણ કે અત્યારે લોકોના જીવ બચાવવા બહુ જરુરી છે.
દિલ્હી હાઇકોર્ટમાં ગુરુવારે બ્લેક ફંગસની દવાઓને ઇમ્પોર્ટ કરવા મામલે સુનાવણી થઇ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું કે દવાની સપ્લાય ઓછી છે અને ઇલાજ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે એક નિશ્ચિત સમયમર્યાદા સુધી દવાને કસ્ટમ ડ્યૂટી અને અન્ય ટેક્સમાંથી છૂટ આપવા અંગે ગંભીરતાથી વિચારવું જોઇએ.જ્યાં સુધી કેન્દ્ર પગલાં નહીં લે ત્યાં સુધી ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટહાઇકોર્ટે બ્લેક ફંગસની દવા ડ્યૂટી ફ્રી આયાતની મંજૂરી આપતા કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર આ અંગે નિર્ણય લેતું નથી, ત્યાં સુધી કોર્ટના આદેશ હેઠળ દવા ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ કરી શકાય છે. કારણ કે પીડિત લોકોને બચાવવા માટે આ પગલું બહુ જરૂરી છે.
કોઇ પણ વ્યક્તિ દવા મંગાવી શકે છે: હાઇકોર્ટ કોઇ પણ વ્યક્તિ બ્લેક ફંગસની દવા મંગાવી શકે તે અંગે કોર્ટે કહ્યું કે જો કોઇ વ્યક્તિ દવા ઇમ્પોર્ટ કરે છે તો તેના માટે તેણે મૂળ કિંમત ચુકવ્યા વિના એક બોન્ડ આપવો પડશે. કોર્ટે અરજદારને કહ્યું કે વિશ્વમાં કંયાય પણ બ્લેક ફંગસની દવા ખરીદતા કોઇ રોકી રહ્યું નથી.કોર્ટે દિલ્હી સરકારને પણ આદેશ આપતા કહ્યું કે જો તે બ્લેક ફંગસની દવા મંગાવવા અને તેના માટે પ્રયાસ કરવા માંગતી હોય તો તે કરી શકે છે. પરંતુ બંને સરકારો વચ્ચે સમાન સોર્સને લઇ સ્પર્ધા થવી જોઇએ નહીં. પણ દવાની આયાતને પ્રોત્સાહન આપવું જોઇએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments