લખનૌ-

યોગી આદિનાથની સરકારે સોમવારે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રથમ પેપરલેસ (કાગળ વિના) બજેટ રજૂ કર્યું. રાજ્યના નાણાં પ્રધાન સુરેશ ખન્ના દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં 2021-22 નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગૃહમાં લેપટોપમાંથી બજેટ વાંચતાં ખન્નાએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ઉત્તરપ્રદેશને "આત્મનિર્ભર" બનાવવું અને સર્વાંગી વિકાસ કરવો છે.

આગામી વર્ષની વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથ સરકારના વર્તમાન કાર્યકાળનું આ પાંચમો અને છેલ્લું બજેટ છે. વિધાનસભામાં, નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ 2021-22ના બજેટમાં કોરોના રસીકરણ માટે 50 કરોડની રકમનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ પણ ખેડૂત આંદોલનની વચ્ચે રજૂ થયેલા બજેટમાં ખેડુતોને લોભાવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ખેડૂતોને મફત પાણીની સુવિધા માટે 700 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. આ સાથે નાણાં પ્રધાને પણ ખેડૂતોને રાહત દરે લોન આપવાની જાહેરાત કરી છે. રાજ્યના નાણાં પ્રધાન ખન્નાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધુ ઉત્પાદક પાકની ઓળખ કરવામાં આવશે અને બ્લોક કક્ષાએ ખેડૂત ઉત્પાદક સંગઠનોની સ્થાપના કરવામાં આવશે. આ માટે બજેટમાં 100 કરોડની ફાળવણીની દરખાસ્ત કરવામાં આવી છે.

નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ જાહેરાત કરી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે બેરોજગાર યુવાનોની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 52 હજાર યુવાનોને લાભ મળ્યો છે. હવે અન્ય ઘણા જિલ્લાઓમાં સમાન કેન્દ્રો બનાવવામાં આવશે. નાણાં પ્રધાને આગામી નાણાકીય વર્ષમાં અયોધ્યાના વિકાસ માટે રૂપિયા 140 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. લખનઉમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના નિર્માણ માટે બજેટમાં રૂ .50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ 55,0270 કરોડ રૂપિયાના બજેટ પ્રસ્તાવ રજૂ કર્યા. આ બજેટનું કદ પાછલા નાણાકીય વર્ષ કરતા 37,410 કરોડ વધુ છે.