તામિલનાડુ-

તામિલનાડુમાં કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 2 મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી સ્ટાલિને કોરોના વિરુદ્ધની લડાઈમાં જીવ ગુમાવનારા 43 ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્ટાલિને ફ્ર્ન્ટલાઈન વર્કર્સને એપ્રિલ, મે અને જૂન મહિના માટે ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત પણ કરી હતી.

તામિલનાડુમાં કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 2 મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી સ્ટાલિને કોરોના વિરુદ્ધની લડાઈમાં જીવ ગુમાવનારા 43 ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ફ્ર્ન્ટલાઈન વર્કર્સને એપ્રિલ, મે અને જૂન મહિના માટે ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત પણ કરી હતી. જાહેરાત મુજબ, એપ્રિલ-મે અને જૂનમાં જે મેડિકલ સ્ટાફ ડ્યુટી પર હતા તેમને બોનસ મળશે. ડોક્ટરોને 30 હજાર રૂપિયા, નર્સોને 20 હજાર અને અન્ય સ્ટાફને 15-15 હજાર રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે. તો, ટ્રેઈની અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સને પણ વધારાના 20 હજાર રૂપિયા બોનસ આપવામાં આવશે.