રાજપીપળા, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન અચાનક નિધન થતા પરિવાર શોકાતુર બની ગયો હતો.એહમદ પટેલના નિધન બાદ  ફૈઝલ પટેલ અથવા પુત્રી મુમતાઝ માંથી કોણ સક્રિય રાજનીતિમાં આવશે એવા સવાલો વચ્ચે ફૈઝલ પટેલે સક્રિય રાજનીતિમાં નહિ જાેડાવવાનો અંતિમ ર્નિણય કર્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં સ્વ.એહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસી આગેવાનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન પણ કરાયું હતું.બીજી બાજુ પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ સ્વ.એહમદ પટેલના અધૂરા કાર્યોને પુરા કરવા ગુજરાતના આદીવાસી વિસ્તારોની મુલાકાત લીધી હતી.સ્વ.એહમદ પટેલને આદિવાસીઓ પ્રત્યે ઘણો જ લગાવ હતો. સ્વ.એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પોતાના સ્વર્ગસ્થ પિતાના અધૂરા કાર્યો આગળ ધપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.સ્વ.એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકરણ ન જાેડાવવાનો ર્નિણય કર્યો છે.જાે કે પુત્રી મુમતાઝ સક્રિય રાજનીતિમાં જાેડાઈ શકે છે એવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે હું સક્રિય રાજકારણમાં જાેડાઈશ નહીં.હું આરોગ્ય, શિક્ષણ અને પિતા સ્વ.એહમદ પટેલે અધૂરા મુકેલા સામાજિક કામો કરવાનું ચાલુ જ રાખીશ.સ્વ.અહમદ પટેલનો સાચો વારસો એ જ છે કે પીડિતો અને વંચિત લોકો માટે કામ કરતા રહેવું.હું એ કામો કરવાનો સંકલ્પ લઉં છું.