દિલ્હી-

આયકર વિભાગે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં 25.55 લાખ કરદાતાઓને કુલ 95,853 કરોડ રૂપિયાના આવકવેરાના રિફંડ ચુકવવામાં આવ્યા છે, જેમાં 23.91 લાખ કરદાતાઓના કુલ ૨૯,૩૬૧ કરોડ રૂપિયાના વ્યક્તિગત ટૅક્સ રિફંડ અને 1.63 લાખ કરદાતાઓના 66,493 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટૅક્સ રિફંડનો સમાવેશ થાય છે.

સીબીડીટીએ પહેલી એપ્રિલ, 2020 થી 25 ઑગસ્ટ, 2020ની વચ્ચે 25.55 લાખ કરદાતાઓને 95,853 કરોડથી વધુ રૂપિયાના કર રિફંડ આપી દીધા છે. 23,91,517 કેસોમાં રૂ. 29,361 કરોડના આવકવેરા રિફંડ અને 1,62,272 કેસમાં 66,493 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટૅક્સ રિફંડ જારી કરવામાં આવ્યા છે. સરકારે કરદાતાઓને કોઇ પણ મુશ્કેલી વિના કર સંબંધિત સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂક્યો છે.