અમદાવાદ, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આમદવાદની ૨ દિવસની મુલાકાતે હતા. તેઓએ ૨૧ અને ૨૨ જૂનના રોજ અમદાવાદ  ખાતે અલગ અલગ કાર્યકર્મોમાં હાજરી આપી હતી. કાર્યકર્મોમાં  હાજરી આપ્યા બાદ તેમણે ૨૧ જૂનના રોજ સી.એમ વિજય રૂપાણી,નાયબ પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સાથે બંધ બારણે બેઠક યોજી હતી, આ બેઠક બાદ પાટીદારોની નારાજગી અને આગામી સી.એમ પાટીદાર હોવા જાેઈએ તે અંગે તેમણે નીતિન પટેલ સાથે પણ અલગથી બેઠક યોજી હતી, ૨૨ જૂનના રોજ તેમણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે પણ બેઠક યોજી હતી.અધિકારીઓ સાથે પણ અલગ અલગ કામોને લઈને એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. અમીત શાહની ગુજરાત મુલાકાત એક સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. અમીત શાહ દિલ્હી ગયા બાદ બીજા દિવસે જ સી આર પાટીલ દિલ્હી ગયા છે. અચાનક સી. આર. પાટીલની દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અમિત શાહે એક પછી એક ૬ થી ૭ બેઠકો યોજી હતી. સી. આર. પાટીલ દિલ્હી જતાં ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અમીત શાહે રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી. જાેકે શાહ આમદવાદમાં આવે એ પહેલા જ તેમના તમામ કામ નક્કી અને તૈયાર કરીને જ આવતા હોય છે. આ તમામ કાર્યકર્મ અને બેઠકોનું આયોજન પહેલાથી જ નક્કી હતું. જાેકે આ વિશે કોઈને જાણ કરવામાં આવી ન હતી.  જાેકે સોમવારે મળવા જઇ રહેલી કારોબારીની પ્રથમ બેઠક સી આર પાટીલના દિલ્હીથી આવ્યા બાદ મળશે. સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમના અધ્યક્ષપદે પહેલી કારોબારીની બેઠક મળશે.