મુંબઈ-

મુંબઈમાં આવતી કાલથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી ગઈ કાલે કરી હતી. ૩ ઑગસ્ટથી પાંચમી ઑગસ્ટ દરમ્યાન ૨૪ કલાકમાં ૩ ઇંચથી ૮ ઇંચ વરસાદ પડી શકે છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આથી આગાહી મુજબ સારો વરસાદ થશે તો મુંબઈગરાઓને રાહત થશે.

હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતુર અને ઉસ્માનાબાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

ભારતીય વેધશાળાના ક્લાસિફિકેશન મુજબ ભારેથી અતિ ભારે વરસાદનો અર્થ ૨૪ કલાકમાં ૬૪.૫ મિમી એટલે કે ૩ ઇંચથી ૨૦૪.૪ મિમી એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ હવામાન વિભાગની આગાહી જો સાચી પુરવાર થશે તો મુંબઈને માથે તોળાઈ રહેલા પીવાના પાણીના સંકટમાં રાહત થશે.