મુંબઈ-

કોરોનાએ ભારતમાં આતંક ફેલાવ્યો છે. આવામાં દરેક ક્ષેત્રના લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ કોરોના વાયરસ સામે લડતા લોકોની મદદ કરવા માટે ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ આપવાની જાહેરાત કરી છે. BCCI દ્વારા 10 લિટરના 2000 કોન્ટ્રેસેન્ટર્સ આપવામાં આવશે. આ કોન્ટ્રેસેન્ટર્સનું આગામી કેટલાક મહિનામાં આખા ભારતમાં વિતરણ કરવામાં આવશે.


બોર્ડે એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે, સાથે કહ્યું છે કે એવી અપેક્ષા છે કે આનાથી જરૂરી તબીબી સહાય મળશે અને જરૂરીયાતમંદ દર્દીઓને મદદ થશે. BCCI એ આશા વ્યક્ત કરી છે કે રોગચાળાને કારણે થતી મુશ્કેલી પણ ઓછી થશે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે ઘણું નુકસાન થયું છે. આને કારણે તબીબી ઓક્સિજનની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓક્સિજનને કારણે ઘણા લોકોના મોત થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. BCCI નાપ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીએ આ વિશે જણાવ્યું હતું કે 'આ સમયે તબીબી અને આરોગ્ય સેવાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓએ આગળ આવીને લડ્યા છે અને લોકોને બચાવવા માટે તેમણે બધું જ કર્યું છે. ભારતીય બોર્ડ આરોગ્ય અને સલામતીને પણ મહત્વ આપે છે અને તે માટે પ્રતિબદ્ધ છે. ઓક્સિજન કોન્સેન્ટર્સથી કોરોના પીડિત લોકોને રાહત મળશે અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે.'