દિલ્હી-

યુપીના સંતકબીરનગરના બીજેપીના પૂર્વ સાંસદ શરદ ત્રિપાઠીનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. સંતકબીરનગરથી ભાજપના પૂર્વ સાંસદ શરદ ત્રિપાઠીનું નિધન થતા રાજકીય ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે શરદ ત્રિપાઠીના નિધનથી તેમને અને ઘણા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. સમાજની સેવા અને પીડિત, શોષિત લોકો માટે કામ કરવું તેમને ખૂબ ગમતુ હતું. સંતકબીરના વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.

ઉત્તર પ્રદેશ બીજેપી પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે શોક વ્યક્ત કર્યો છે. શરદ ત્રિપાઠીના નિધન પર ઉત્તર પ્રદેશ બીજેપી પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. સ્વતંત્ર દેવ સિંહે લખ્યું- "સંતકબીરનગરના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા શરદ ત્રિપાઠીજીના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તી આપે. ઓમ શાંતિ..."