ભરૂચ, ભરૂચ જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા આવતી ફરિયાદોના આધારે ગેરકાયદેસર ચાલી રહેલી માટી ખનીજ ચોરી કરનાર ઉપર લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લા ખાણ અને ખનીજ શાખા અને વાગરા મામલતદારના સંયુક્તપણે દ્વારા વાગરાના કોલીયાદ ગામની સીમમાં બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી. ખાણ અને ખનીજ શાખાનાં કર્મચારીઓઍ દહેજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી રેડ કરી હતી જેમાં ૨ હિટાચી મશીન,૧ સાદી માટી ભરેલ વાહન મળી કુલ રૂ. ૧.૨૦ કરોડની મતા જપ્ત કરવામાં આવી છે. મશીન અને માટી ભરેલ હાઇવા હાલ દહેજ પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે આ અંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિદ ઠાકોરનાં જણાવ્યા અનુસાર ભરૂચ ખાણ અને ખનીજ શાખાના ભુસ્તર શાત્રી કેયુર રાજપરાનાં માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી.