કરવાચોથે પતિના દિર્ધાયુષ્ય માટે અને સુખ, સંપત્તિ માટે સ્ત્રીઓ દ્વારા ઉજવાતો તહેવાર છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિને પ્રસન્ન જાેવા માટે અને નિરોગી તથા દિર્ધાયુષી જાેવા માટે આતુર હોય છે. આ માટે તેઓ કરવા ચોથે દિવસ દરમિયાન ભૂખ્યા રહી (ઉપવાસ કરી) રાત્રે ચાળણી દ્વારા પતિનું મુખ જાેવે છે અને ત્યાર બાદ ભોજન ગ્રહણ કરે છે. તસવીરમાં કરવા ચોથની તૈયારી કરતી મહિલાઓ નજરે પડે છે.