વડોદરા, તા.૨૯

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮.૨૦ લાખ જેટલા મિલ્કત વેરાના બીલો આપે છે.વર્ષ ૨૦૨૩-૨૪ ના મિલકત વેરાના બિલો આપવાની શરૃઆત તા.૧૧ સપ્ટેમ્બરથી થશે. પ્રથમ આ બીલો પશ્ચિમ ઝોનમાં અપાશે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ ૮,૯,૧૦,૧૧ અને ૧૨ ના સમાવેશ થાય છે. જેના આકારણી રજિસ્ટર તા.૨૫ ના રોજ પ્રસિધ્ધ થયા છે બિલ ભરવાની છેલ્લી મુદ્દત ૨૫ ઓક્ટોબર રહેશે.ચાલુ વર્ષે કોર્પોરેશને એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પણ અમલમાં મૂકી હતી. બે મહિના ચાલેલી આ યોજનાનો દોઢ લાખ લોકોએ લાભ લીધો હતો અને કોર્પો.ને ૧૫૦ કરોડ જેટલી આવક થઇ હતી.ત્યારબાદ ઉત્તર ઝોનમાં તા.૧૬ સપ્ટેમ્બરથી બિલ આપવામાં આવશેે. આ ઝોનમાં વોર્ડ નં.૧,૨,૩,૭ અને ૧૩ છે. જેના આકારણી રજિસ્ટર તા.૧ સપ્ટેમ્બરે પ્રસિધ્ધ થશે. તા.૩૦ ઓક્ટોબર છેલ્લી મુદ્દત રહેશે.પૂર્વ ઝોનમાં વોર્ડ નં.૪,૫,૬,૧૪, ૧૫ માં તા.૨૫ સપ્ટેમ્બરથી બિલ અપાશે. જેના આકારણી રજિસ્ટર તા.૮ સપ્ટેમ્બરે પ્રસિધ્ધ થશે. તા.૮ નવેમ્બર બિલ ભરવાની છેલ્લી મુદત રહેશે.દક્ષિણ ઝોનમાં વોર્ડ ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ માં તા.૨૯ સપ્ટેમ્બરથી બિલ અપાશે અને છેલ્લી મુદત ૧૩ નવેમ્બર રહેશે. આ ઝોન માટે ૧૩ સપ્ટેમ્બરે આકારણી રજિસ્ટર પ્રસિધ્ધ થશે.