ભરૂચ, તા.૨૭ 

દુનિયાભરમાં કોરોના કેસનો રાફડો ફાટી ચુક્યો છે. દુનિયાભરના મોટાભાગે દેશોમાં કોરોના કેસોનો આંક વધી રહ્યો છે. તેવા સમયે કોરોના સંક્રમણ થકી મૃત્યુ પામેલ દર્દીઓના

મૃતદેહની અંતિમક્રિયા માટે અનેક દેશોની સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ગાઈડલાઈન અનુસાર કોરોના દર્દીના મૃતદેહની ૧૫ ફૂટ ઊંડા ખાડામાં મૃતદેહની અંતિમક્રિયા કરવી સહિતની ગાઈડલાઈનો જાહેર થયેલી છે.

દેશભરમાં સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેથી કોઈપણ કોરોના મૃતદેહને સામાન્ય મૃતદેહની જેમ અંતિમક્રિયા કરી શકાય નહીં. છતાં પણ અંકલેશ્વર કોવિડ-૧૯ માં મૃત પામેલ અને ૮ કલાક મૃતદેહને રઝળપાટ મૂકી રાખી આખરે જંબુસરના દર્દીના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો.  

અંકલેશ્વર અને ભરૂચ સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવાનાં નનામાં થકી પરિવારના સભ્યો દુઃખી થયા હતા. જેથી તંત્રની આવી ગંભીર લાપરવાહી સામે લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે તંત્રએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટના સ્મશાને એક સંસ્થા દ્વારા પીપીઈ કિટો આપી કોરોનાગ્રસ્ત મૃતદેહની અંતિમક્રિયા કરવા મન બનાવ્યું હોવાની લોકચર્ચા એ ભારે જોર પકડ્‌યું છે. જેથી દશાશ્વમેઘ ઘાટના સ્મશાન પાસેના રહીશો દ્વારા આ બાબતે ભારે વિરોધ નોંધાવ્યો છે.