અમદાવાદ, સામાન્ય વીમા નિગમના સાર્વજનિક ઉપક્રમોને ભારત સરકાર દ્વારા ખાનગીકરણ કરવાના ર્નિણયનો ચારેય વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના તમામ યુનિયનોના અખિલ ભારતીય સંગઠન ‘જાેઈન્ટ ફોરમ‘ના નેજા હેઠળ ક્રમિક વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાનગીકરણ તેમજ પગારધોરણ સુધારા સહિતની પડતર માંગણીઓના સમર્થનમાં આજે અમદાવાદ સ્થિત ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સની પ્રાદેશિક કચેરી ખાતે રિસેસ દરમિયાન વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય વીમા નિગમની ચારેય કંપનીઓ યુનાઇટેડ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ, ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કર્મચારીઓ અને અધિકારીઓના તમામ યુનિયનોના અગ્રણીઓ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.