દિલ્હી-

સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય.

જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે અનામતના ફાયદા માટે દાખલ કરેલી અરજી પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આ પદ ભરવા માટે અરજદારોએ જાતિને બદલે તેમની યોગ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ અને હોશિયાર ઉમેદવારોની મદદ કરવી જાેઈએ. ઉપરાંત, કોઈપણ સ્પર્ધામાં અરજદારોની પસંદગી સંપૂર્ણ ગુણવત્તા પર આધારિત હોવી આવશ્યક છે.

અનામત અને ઉધ્વાર્ધર અને ક્ષૈતિજ બંન્ને રીતે જાહેર સેવાઓમાં રજૂઆતને સુનિશ્ચિત કરવાની રીત છે. અનામતને સામાન્ય કેટેગરીના લાયક ઉમેદવારો માટે તક ખતમ કરવાના નિયમ તરીકે જાેવું જાેઈએ નહીં. ચુકાદાની ટિપ્પણી તરીકે સુપ્રીમ કોર્ટની અલગ બેંચના જસ્ટીસ એસ. રવિન્દ્ર ભટ દ્વારા આ લખવામાં આવ્યું હતું.

જસ્ટિસ ભટે લખ્યું છે કે આમ કરવાથી પરિણામ જાતિગત આરક્ષણ થશે, જ્યાં પ્રત્યેક સામાજિક કેટેગરી તેના અનામતના ક્ષેત્રમાં મર્યાદિત રહેશે અને યોગ્યતાને નકારી શકાય. બધા માટે ઓપન કેટેગરી હોવી જાેઈએ. ત્યાં એક જ શરત હોવી જાેઈએ કે અરજદારને કોઈપણ પ્રકારની અનામતના લાભને ધ્યાનમાં લીધા વિના, તેની લાયકાત બતાવવાની તક મળે.

નોંધનીય છે કે ઘણી ઉચ્ચ અદાલતોએ તેમના ર્નિણયોમાં એવું માન્યું છે કે, આરક્ષિત વર્ગથી સંબંધિત કોઇ ઉમેદવાર જાે યોગ્ય છે તો તે સામાન્ય કેટેગરીમાં પણ અરજી કરી શકે છે. પછી ભલે તે અનુસૂચિત વર્ગ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગનો હોય. આવી સ્થિતિમાં, તે બીજા ઉમેદવાર માટે અનામત બેઠક છોડી શકે છે. જાે કે, સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવાર, ભૂતપૂર્વ સૈનિક અથવા એસસી / એસટી / ઓબીસી ઉમેદવારો જેવા વિશેષ વિભાગ માટે અનામત બેઠકો ખાલી રહે છે. તેમને સામાન્ય કેટેગરીના અરજદારોને તક આપવામાં આવતી નથી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે શાસનના આ સિદ્ધાંત અને અર્થઘટનને નકારી કાઢ્યું હતું.