મુંબઇ- 

સુશાંતના કેસમાં સામેલ ડ્રગ્સના કેસમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓના નામ સામેલ છે. આ કેસની તપાસ કરી રહેલી એનસીબીએ ગત દિવસે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. તે જ સમયે, રકુલપ્રીતે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયા ટ્રાયલથી કંટાળીને રકુલપ્રીતે આ પગલું ભર્યું છે. અભિનેત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે મીડિયાને તેના ડ્રગ કેસમાં સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત ન કરવા અથવા તેનાથી સંબંધિત કોઈ કાર્યક્રમ ન બતાવવાનો આદેશ આપવા. 

અગાઉ પણ રકુલપ્રીતે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અભિનેત્રીએ માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે માંગ કરી હતી કે ડ્રગ્સના કેસમાં તેનું નામ ન આવે તે માટે તેને રોકવા માટે આદેશ જારી કરવામાં આવે. નોંધપાત્ર વાત એ છે કે એનસીબીની પૂછપરછ દરમિયાન રકુલે કેટલીક બાબતોની કબૂલાત આપી હતી. રકુલપ્રીતે કબૂલ્યું હતું કે રિયા ડ્રગ લેતી હતી અને તેના ઘરે ડ્રગ્સ પણ રાખતી હતી. રકુલપ્રીતે જણાવ્યું હતું કે, ગૃપમાં ડ્રગની વાત થતી હતી. ડ્રગ્સ ચેટના વોટ્સએપ ગ્રુપના એડમિન દીપિકા પાદુકોણ હતા.