આણંદ : ગુજરાતની સૌથી મોટી અમૂલ ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનને ચૂંટી કાઢવા માટે યોજાનારી ચૂંટણીનું આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તા.૨૩ ઓક્ટોબરના રોજ અમૂલના ચૂંટાયેલાં ડિરેક્ટર્સમાંથી કોઈ બેનાં માથે ચેરમેન અને વાઇસ ચેરમેનનો રાજ્યાભિષેક કરવામાં આવશે. આમ તો સૂત્રોના જણાવ્યાં મુજબ, રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમારનું નામ અગાઉની માફક ચેરમેન - વાઇસ ચેરમનેના પદ માટે ફાઇનલ હતું, પણ રાજ્ય સરકારે ત્રણ પ્રતિનિધિઓ તેમનાં તરફથી નીમી દેતાં હવે અમૂલમાં ઘમ્મરવલોણું શરૂ થઈ ગયું છે!  

નિયામક મંડળમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને લઈને એક તરફ સહકારી ક્ષેત્રે વિવાદ ઊઠ્યો છે ત્યારે આજે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ, તા.૨૩ ઓક્ટોબરના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, આજે આણંદ જિલ્લા કલેક્ટરે અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટવા માટે તા.૨૩મી ઓક્ટોબરના સવારના ૧૧ કલાકે ચૂંટણી યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પાડી દીધું હતું. આ જાહેરનામંુ બહાર પડતાં ડિરેક્ટર્સમાં લોબિઇંગ શરૂ થઈ ગયું છે. જાેકે, અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાનું જાહેરનામંુ બહાર પડે તે પહેલાં જ ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવાનો પ્રસ્તાવ આવતાં અમૂલમાં નવાં-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવાનો પ્રસ્તાવ સામે કોઈ વાંધા વચકા હોય તો તા.૨૦ ઓક્ટોબરે ચૂંટાયેલાં ડિરેક્ટર્સે પોતાના જવાબ સ્ટેટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરીને વિરોધ નોંધાવી શકે છે. માહિતગાર સૂત્રોનું જણાવવું છે કે, સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કોંગ્રેસ તરફી ડિરેક્ટર્સ નોંધાવશે એવી પૂરેપુરી શક્યતા છે. જાે તેમ છતાં પણ પ્રસ્તાવને મંજૂર કરી દેવાશે તો આખા મામલાને ફરી હાઇકોર્ટમાં ખેંચી જવાની પણ અંદરખાને તૈયારીઓ થઈ ગઈ હોવાનું પણ કહેવાય છે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે, ચૂંટાયેલા ૧૫ ડિરેક્ટર્સમાંથી કેટલાંક ડિરેક્ટર્સ દ્વારા સરકાર દ્વારા નોમીની કરાયેલાં ત્રણ પ્રતિનિધિ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના મતદાનમાં ભાગ લઈ ન શકે તે માટેની પણ દાદ માગશે, તેમ મનાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, ચૂંટાયેલાં ડિરેક્ટર્સમાં કોંગ્રેસ તરફી ડિરેક્ટર્સનું માનવું છે કે, અમૂલ પર સત્તા કબજે કરવા સરકાર એડીચોટીનું જાેર લગાવી રહી છે અને તેઓ આવું કરવા દેશએ નહીં.

સરકારના ત્રણ પ્રતિનિધિઓનો મામલો શું છે?

અમૂલના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ ગયાં પછી રાજ્ય સરકાર દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓ નિમવા માટે ભરતભાઈ સુરેશભાઈ પટેલ (કુંજરાવ-આણંદ), દિનેશભાઈ શંકરભાઈ પટેલ (જાેરાપુરા-બાલાસિનોર) અને પ્રભાતભાઈ જીવાભાઈ ઝાલા (મહુડીયાપુરા-નડિયાદ)ની વરણી કરવાનો સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ ૮૦ (૨) હેઠળ પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ અંગે સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા ચૂંટાયેલાં ૧૫ ડિરેક્ટર્સને કારણદર્શક નોટિસો જારી કરવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, આ ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક પૂર્વે કોઈપણ રજૂઆત કરવી હોય તો આધાર-પુરાવા સાથે તા.૨૦ ઓક્ટોબરે સવારે ૧૧ઃ૩૦ કલાકે સ્ટેટ રજિસ્ટ્રાર સમક્ષ હાજર રહેવું.

અમૂલના ચેરમેન અને વા.ચેરમેનનું કોકડું ક્યાં ગુંચવાયું છે?

અમૂલની યોજાયેલી નિયામક મંડળની ચૂંટણીમાં મંડળી વિભાગની ૧૨ અને એક વ્યક્તિગત બેઠકોમાંથી ૮ બેઠકો પર કોંગ્રેસ સમર્થિત ડિરેક્ટર્સ ચૂંટાયા છે, જ્યારે ભાજપ સમર્થિત માત્ર ૪ ડિરેક્ટર્સ ચૂંટાયા છે. આ સંજાેગોમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરીને અમૂલની સત્તા કબજે કરવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાના આક્ષેપ થયાં છે. પરિણામે અમૂલની ચૂંટણી યોજાઈ ગયાં પછી પણ ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટી કાઢવાનુંં કોકડું ગુંચવાઈ ગયું હતંુ.

અમૂલ પર કબજા માટે ભાજપ-કોંગ્રેસ સામસામે!

અમૂલના નિયામક બોર્ડની ચૂંટણી પૂરી થયાં બાદ ચેરમેનપદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેનપદે રાજેન્દ્રસિંહ પરમારની વરણી કરવામાં આવશે તેમ મનાતંુ હતંુ. એવું લાગતું હતું કે, અમૂલમાં કોંગ્રેસ-ભાજપ નહીં થાય. જાેકે, હવે નવાં જ સમીકરણો રચાઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ-ભાજપ સામસામે છે. હવે લાગી રહ્યું છે કે, અમૂલમાં કોંગ્રસ-ભાજપ વચ્ચેની સહકારીતા આ વખતે તૂટશે અને કંઈક નવાં-જૂની થશે.