વલસાડ

ધરમપુર ના એક ગામ ની ૨૭ વર્ષીય મહિલા એ ધનસુખ નામના યુવકે એક વર્ષ સુધી બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથક માં ચકચાર મચ્યો છે. ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રો પાસે થી મળેલી માહિતી પ્રમાણે ઘટના ની વિગત એવી છે કે ધરમપુર ના એક ગામ ની ૨૭ વર્ષીય મહિલા ના નગ્ન ફોટા પાડી ધનસુખ નામ ના યુવકે બ્લેકમેલ કરી અનેક વાર શરીરશુખ માણ્યો હતો.મહિલા જયારે પણ ઇન્કાર કરતી ત્યારે ધનસુખ મહિલા ના નગ્ન ફોટા તેણી ના પતિ ને દેખાડી દેવાની ધમકી આપી મહિલા ને ચૂપ કરવી દેતો હતો

 એક વર્ષ અગાઉ ગામના ધનસુખ છેદરભાઈ ગુમાડીયાએ મહિલા સાથે ઓળખાણ કરી અવારનવાર ફોન કરી દોસ્તી વધારી પ્રેમજાળ માં ફસાવ્યો હતો. અને મહિલા ને બહોપાસ માં જકડી તેણી ના નગ્ન ફોટા પાડી લીધા હતા.ત્યાર બાદ મહિલા ને જ્યારે પણ બોલાવતો ત્યારે મહિલા એ પોતા ની જતી રહેલી આબરૂ બચાવવા ધનસુખ પાસે જવું જ પડતું હતું.જ્યારે પણ મહિલા ઇન્કાર કરતી ત્યારે ધનસુખ મહિલા ના નગ્ન ફોટા તેના પતિ ને દેખાડી દેવાની ધમકી આપતો હતો આવી રીતે ધનસુખે એક વર્ષ સુધી મહિલા ને તેની મરજી વિરુદ્ધ ભોગવી અનેક વાર બળાત્કાર ગુજાર્યા હોવાની મહિલા એ ફરિયાદ નોંધાવી છે છેલ્લા એક વર્ષથી બંને અલગ અલગ જગ્યાએ એકલા મળતા હતા. અને ધનસુખ તેણીને વિલ્સનહિલ, માલનપાડા, નાનાપોંઢા સ્થળો પર લઈ જતો હતો. ઝાડીમાં તેણી સાથે મરજી વિરુદ્ધ શરીરસબંધ બાંધ્યો હતો. આ બાબતે તેણીના ઘરે પતિ તથા સગાઓને પડેલી ખબરને લઇ તેણી સાથે કોઈ સંબંધ નહીં રાખવા ગામ રાહે રાખેલી બેઠકમાં પણ ધનસુખ હાજર રહ્યો ન હતો. ગત ૯ માર્ચે ધનસુખે કપડા વગરના ફોટા બતાવવાની આપેલી ધમકીને લઈ મળવા ગયેલી પરિણીતાને નાસિકના એક ગામમા તેણીની બહેનને ત્યાં બાઈક પર લઈ ગયા બાદ થોડી વાર રોકાઈ સામરસીંગી ગામમાં ડુંગર પર તેણી સાથે જબરજસ્તી બળાત્કાર કર્યો હતો. અંતે તેણીએ આ બાબતે પતિ તથા ઘરે વાત કરી ધરમપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.પરંતુ મહિલા ની ફરિયાદ માં કેટલી સત્યતા છે એ જાણવી પણ જરૂરી છે પ્રેમ પ્રકરણ માં જ્યારે પણ અણબનાવ બને ત્યારે મહિલાઓ પ્રેમી પર બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ કરી તેને ફસાવી દેતા હોવાની બાબત પણ લોકો માં ચર્ચાઈ રહી છે