હાલોલ : વૈશ્વિક કોરોનાની મહામારીને ડામવા સરકાર દ્વારા જે વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે જેના ભાગ રૂપે આજ રોજ પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ નગર પાલિકા તથા હાલોલ તાલુકા પંચાયતના હોદેદારોની બેઠક હાલોલ પ્રાંત કચેરી ખાતે કરવામાં આવી તથા હાલોલ નગર અને તાલુકામાં રેપિડ કોવિડ-૧૯ ના ટેસ્ટ કરવા માટેનું આયોજન કરવામા આવ્યું હતું. 

હાલોલની વી.એમ.સ્કૂલ ખાતે આજ રોજ રેપિડ ટેસ્ટ પણ કરવામા આવ્યો હતો.જેમાં હાલોલ નગરપાલિકા ના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી નો પણ ટેસ્ટ કરાવ્યો હતો.તદુપરાંત તમામ નગરજનોને વિનંતી કરવામાં આવી હતી કે આપ આપણા પરિવારને સુરક્ષિત રાખવા જાગૃત બની આપણો કોવિડ-૧૯ રિપોર્ટ કરાવી કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે.