દિલ્હી-

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસના આધારે ચાલતા ડ્રગ્સ કનેક્શનની તપાસમાં બોલિવૂડનું નામ બહાર આવ્યું છે. સોમવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને મંગળવારે પ્રતિક્રિયા આપી હતી અને રવિ કિશનના નિવેદનની નિંદા કરી હતી. હવે ભાજપના સાંસદે પણ જવાબ આપ્યો છે, રવિ કિશને કહ્યું કે મને આશા છે કે જયા બચ્ચન મારું સમર્થન કરશે. રવિ કિશને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક જણ ડ્રગ વ્યસની નથી, પરંતુ અમે એ વાતનો ઇનકાર કરી શકતા નથી કે ત્યાં ડ્રગ કાર્ટેલ કામ કરે છે. 

તો બીજી તરફ કંગનાએ પણ જયા બચ્ચનને જવાબ આપતા કહ્યુ છે કે, જયા જી, તમે ત્યારે પણ એવું જ કહેતા જ્યારેમારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને માર મારવામાં આવે, ડ્રગ્સ આપવામાં તેને ટીનેજમાં છેડતી કરવામાં આવે. જો તમે અભિષેક સતત દાદાગીરી અને પજવણીની ફરિયાદ કરે અને એક દિવસ પોતાને લટકાવી દેતો તો શું તમે આ કહેતા હોત? હાથ જોડીને આપણા પ્રત્યે કરુણા બતાવો.