મુંબઇ 

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ‘ફિર હેરા ફેરી’ અને ‘વેલકમ બેક’ જેવી ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાડવાલાના ઘરે દરોડા પાડ્યા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, રવિવારના દરોડામાં તેના ઘરેથી આશરે 10 ગ્રામ ગાંજો અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જો કે, દરોડા વખતે ફિરોઝ ઘરે હાજર નહોતો. બે સાક્ષીઓની હાજરીમાં ફિરોજની પત્ની શબાના સઈદની NCBએ ધરપકડ કરી છે. ફિરોઝને સમન્સ પણ આપ્યું છે.

NCBએ શનિવારે મુંબઈમાં ચાર અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કમર્શિયલ કવોન્ટિટીમાં ગાંજો, ચરસ અને અન્ય ડ્રગ મળ્યા છે. શનિવારે સાંજે દરોડા પછી ચાર લોકોને કસ્ટડીમાં લીધા. હાલ એજન્સી આ બધાની પૂછપરછ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ મામલે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના ભાઈ અગિસિલાઓસને જામીન મળ્યા પછી ફરીથી એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. બંને મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી. સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળવા પર બહાર આવી છે.