ગાંધીનગર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના જે કોરોનાના કારણે બંધ થઈ હતી.તેને હવે આગામી એક મહિનામાં ફરીથી શરૂ કરવાનો ર્નિણય શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યો છે. ગત વર્ષ ૨૦૧૭માં શ્રમિકો અને બાંધકામ મજૂરો માટે સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કપરા કાળમાં આ યોજના બંધ કરવાની ફરજ સરકારને પડી હતી. રૂપાણીના નેતૃત્વમાં શરૂ થયેલી આ યોજના હવે ફરીથી નવનિયુક્ત મંત્રી દ્વારા શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.જાેકે આ યોજના રાજકોટ સહિત આઠ મહાનગરોમાં ૮૦થી વધુ ઉપર ચાલતી હતી. જેમાં દસ રૂપિયાના ટોકન ભાવે બાંધકામ શ્રમિક મજૂરોને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. ટેન્ડર પ્રક્રિયાથી શરૂ થયેલી આ યોજના કોરોના કાળમાં બંધ પડી હતી અને તેના ટેન્ડરો પણ સમાપ્ત થઈ ગયા હતા. બ્રિજેશ મેરજાએ હવેથી નવી ટેન્ડર પ્રક્રિયા દાખલ કરીને એક મહિનામાં જ આ યોજના શરૂ કરી દેવાનો ર્નિણય કર્યો છે. રાજ્યના શ્રમિકો માટે બનેલી આ યોજનાનું અંદાજિત ૩ હજાર કરોડ રૂપિયાનું ફંડ બાંધકામ શ્રમિક બોર્ડમાં ઉપલબ્ધ છે. જેમાં શ્રમિકો પાસેથી લીધેલા દસ રૂપિયા ઉપરાંતનો દર રાજ્ય સરકાર ભોગવે છે ત્યારે કોરોનાના કપરા કાળથી બંધ પડેલી આ યોજના શ્રમિકો માટે ખરેખર આશીર્વાદ સમાન રહેશે.