રાનકુવા, ખેરગામ ખાતે વસુધારા ડેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પશુ આહાર પ્લાન્ટના નિર્માણમાં વસુધારા ડેરીના કારભારીઓ દ્વારા સરકારી અને સહકારી નીતિનિયમ નેવે મૂકી પ્લાન્ટ બાંધકામ, જમીન ખરીદી, માટી પુરાણ અને મશીનરી ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા દૈનિક ૩૦૦ ટન પશુ આહાર પ્લાન્ટમાં દૈનિક ફક્ત ૫૦ ટનનું જ ઉત્પાદન થતાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા સામે મજીગામ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન સ્નેહાબેન સિદ્ધાર્થભાઈ દેસાઇએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી સાથે નાણાં વસૂલવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.મજીગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ સ્નેહાબેન સિદ્ધાર્થભાઈ દેસાઇએ કહ્યું હતું કે પ્રથમ સરકાર પાસેથી જમીન મેળવવાની માંગણી કરવી જાેઈએ જેથી સંસ્થાને નજીવા ભાવે જમીન મળી શકે, જમીન ખરીદવા માટે જમીન પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે કે કેમ ? ખેરગામ ખાતે ખરીદવામાં આવેલી જમીન જમીન પસંદગી સમિતિએ પસંદ કરેલ છે કે કેમ ? જરૂરિયાત મુજબની જમીન મેળવવા માટે છાપામાં જાહેરાતો આપવામાં આવેલ છે કે કેમ ? ખેરગામવાળી પશુઆહાર પ્લાન્ટની જમીનના ભાવતાલ નક્કી કરવામાં બોર્ડની કોઈ ભૂમિકા હતી કે કેમ વગેરેની તપાસ થળી જાેઇએ.