દે.બારીઆ

કુદરતી પ્રકૃતિના ખોળે વસેલું દેવગઢબારીઆ નગર કે જેની ખ્યાતિ સંગીતક્ષેત્રે, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહી છે. દેવગઢબારીઆ નગરના નવયુવાનો કે જેઓ ક્રિકેટની રમતમાં રસ દાખવતા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશય થી દે.બારીઆ યુનિટી ક્રિકેટ ક્લબ ૨૦૨૧ લીગનોની રચના કરવામાં આવી. આ ક્રિકેટલીગ બનાવવાનો મુખ્ય આશય નવયુવાન ક્રિકેટ પ્રેમી ખેલાડીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી રમત ગમત ક્ષેત્રે આગળ વધી પોતાની કારકિર્દી બનાવે તેવા આશય થી આ લીગનું શુભારંભ મહારાજા તુષારસિંહ બાબાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ લીગના શુભારંભ પ્રસંગે નગરમાંથી ગજવિજયસિંગ, ગૌરાંગ ભાઈ પંડ્યા, નિમેષ ભાઈ જાેષી, ઝહીર અલી મકરાણી, મુન્નાભાઈ, બકાભાઈ વગેરે અને ક્રિકેટ પ્રેમી જનતાએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ મેચનું યુ ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.