રાજપીપળા

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ૬ ગામના વિસ્થાપિત જમીનના આદિવાસીઓ માટે ગોરા નજીક સંપૂર્ણ સુવિધાથી સજ્જ આદર્શ ગામ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.નર્મદા નિગમની આ કામગીરી સામે અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો આ યોજના પ્રત્યે સંતુષ્ટ છે, સાથે સાથે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ૬ ગામના મોટે ભાગના આદિવાસીઓ ગોરા આદર્શ ગામની યોજના પ્રત્યે નર્મદા નિગમને પોતાનું સમર્થન આપ્યું નથી.જો આ યોજના પૂર્ણ થશે તો ૬ ગામના આદિવાસીઓ ગોરા ખાતેના આદર્શ ગામમાં રહેવા જાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

સરકારે એ ૬ ગામના આદિવાસીઓ માટે એક વિશેસ પેકેજની પણ જાહેરાત કરી છે, એ પેકેજ પૈકીની એક માંગ આદર્શ ગામની કામગીરીનો ગોરા ગામ નજીક આરંભ કરવામાં આવ્યો છે.હાલમાં તો તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું છે.જો આદર્શ ગામની યોજના પૂર્ણ થશે તો એક મોટો પ્રશ્ન હલ થશે એમ લાગી રહ્યું છે.

આ તમામની વચ્ચેઆદર્શ ગામમા રહેવા જવા મુદ્દે પણ આગામી સમયમા આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.૬ ગામને હટાવીને એક જ જગ્યાએ બધાને ઘર બનાવી આપી એક જ આદર્શ ગામ બની રહ્યું છે.ગોરા પાર્કિંગની બાજુમાં બની રહેલું આ આદર્શ ગામ કુલ ૨૧.૨૯ હેકટર જમીનમાં બનશે.જેમાં કુલ ૪૨૯ મકાનો હશે એક મકાન ૧૩૪૫.૫ ચો ફૂટનું હશે.આદર્શ ગામમા બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, સાર્વજનિક ભવન, હવાડો, બાગ, બાળકોને રમવાની જગ્યા, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોન્ક્રીટના રોડ, ભુગર્ભ ગટર યોજના, શેરીની બત્તી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.