વલસાડ, ગુજરાત રાજ્ય વર્ચ્યુઅલ શાળા ઓનલાઈન પરીક્ષાનું આયોજન રાજ્ય શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન દ્વારા થાય છે. સમગ્ર રાજ્યમાં ઓનલાઇન શિક્ષણને વેગ મળે તે માટે ગાંધીનગર દ્વારા લેવાથી આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા સમયમાં પરીક્ષા આપી સૌથી વધુ ગુણ મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓના ક્રમ જાહેર થાય છે. ૧૯ ડિસેમ્બર શનિવારે યોજાયેલી ધોરણ ૧૨ રસાયણ વિષયની અને ધોરણ નવ વિજ્ઞાન વિષયની ઓનલાઇન પરીક્ષામાં બી. એલ. પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી. જાટ અને રાજવીર સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાનમાં ચોથા નંબરે અને પટેલ પ્રિન્સ સમગ્ર રાજ્યમાં ધોરણ ૯ વિજ્ઞાન વિષયમાં પાંચમો નંબર પ્રાપ્ત કરી શાળા અને નવસારી જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય સંજયસિંહ પરમારે વિષય શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરીએ ટીમ રાનકૂવાને શુભેચ્છા પાઠવી હતી રાનકુવા શાળા કોરોનાની મહામારીમાં પણ ઓનલાઇન શિક્ષણ બાબતે જુદા જુદા વેબીનાર અને માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પુરી પાડી રહી છે.સમગ્ર વિસ્તારમાંથી અભિનંદન મળી રહ્યા છે