દાહોદ

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાતા શહેરના વિકાસની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. તેવા સમયે શહેરીજનોની ધાર્મિક આસ્થા સાથે જાેડાયેલી એવી પવિત્ર મનાતી ઐતિહાસિક ધરોહર પૂર્વાભિમુખ દુધીમતી નદીની સફાઇની કામગીરી વિસરાઈ જતા ગણતરીના દિવસોમાં શરૂ થનારી ગરમીની સિઝનમાં ગંદગીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને લીધે મચ્છર જન્ય રોગો પુનઃ માથું ઉઠાવશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાણી આવતાં પાળ બાંધવાની નીતિરીતિ અખત્યાર કરી સત્વરે નદીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવો સમયનો તકાજાે છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી હાલ થીજાવતી કાતિલ ઠંડીનું જાેર હવે ધીરે ધીરે નરમ પડતું અનુભવાઈ રહ્યું છે અને ઉનાળો દાહોદના દરવાજે દસ્તક દઇ રહ્યો છે. આવા સમયે મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતાઓને લક્ષમાં લઇ પાલિકા દ્વારા સફાઈના મુદ્દે વધુ ભાર મૂકવાની તાતી જરૂર છે. દાહોદ શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે અને તે માટેની તૈયારીઓ પણ પૂરજાેશમાં ચાલી રહી છે. ત્યારે શહેરની દૂધીમતિ નદીમાં શહેરની ગટરોના ગંદા દુર્ગંધ મારતા પાણી ઠાલાવવામાં આવી રહ્યા છે. જે નદીની પવિત્રતાને દૂષિત કરી રહ્યા છે એક જમાનો એવો હતો કે આ નદીમાં બારેમાસ પાણી વહેતું રહેતું હતું અને તે પણ સ્વચ્છ શ્રાવણના પવિત્ર માસમાં આ પાવન નદીમાં નગરજનો સ્નાન કરી ધન્યતા અનુભવતા હતા. સમય જતા બધું જ બદલાયું દાહોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ પાવન નદીમાં ગટરના ગંદા પાણી ઠાલવી આ પાવન નદીને ગટર ગંગા બનાવી દીધી છે. પાલિકાના સત્તાધિશોની આ પ્રકારની બેદરકારી અને બેજવાબદારીને પાપે આ નદીનો ઇતિહાસ આજે દંતકથા બનીને રહી જવા પામ્યો છે. પાલિકાના બજેટમાં દર વર્ષે નદીની સફાઈ માટે માતબર રકમ ફાળવવામાં આવતી રહી છે અને આ રકમ વર્ષોથી ફાળવાતી રહી છે