મુંબઈ

સરકારી આંકડા મુજબ મેની તુલનામાં જૂનમાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૬.૨૬ ટકા પર આવી ગયો છે. મેની તુલનામાં આમાં થોડી રાહત મળી છે. મે મહિનામાં રિટેલ મેંઘવારી ૬.૩૦ ટકા રહી હતી. જો કે જૂનમાં ખાદ્ય મોંઘવારી દર થોડો વધારો થયો છે. ખાદ્ય મોંઘવારી દર વધીને ૫.૧૫ ટકા પર પહોંચી ગઇ છે, જે મે મહિનાના ૫.૦૧ ટકાથી રહી હતી. આ જાણકારી મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન તરફથી આપી છે. આંકડા મુજબ ગયા વર્ષે મે મહિનામાં ખૂબ લો બેઝ ઇફેક્ટ હોવાને કારણે આ વર્ષે મે મહિનામાં ભારતનું એદ્યોગિક ઉત્પાદનની ગ્રોથ ૨૯.૩ ટકા રહી છે. ઓછા લો બેસ પર ઇફેક્ટને કારણથી એપ્રિલ ૨૦૨૧ માં IIP ગ્રોથ ૧૩૪ ટકા હતી. આ વર્ષે માર્ચ IIP ની ગ્રોથ ૨૨.૪ ટકા નોંધાયો હતો.

મેની તુલનામાં જૂન મહિનામાં ખાવા-પીવાની વસ્તુ મોંઘી થઈ ગઇ છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારીનો દર ૬ ટકાથી ઉપર હોવા પાછળ મોંઘું પેટ્રોલ-ડીઝલ એ એક મોટું કારણ છે. મે મહિનામાં જ મોંઘવારીના આંકડા પણ ભારતીય રિઝર્વ બેન્કના દાયરામાંથી બહાર નીકળી ગયા હતા અને જૂનમાં પણ ૬ ટકાથી ઉપર છૂટક મોંઘવારી દર રહી હતી. આરબીઆઈએ આ રેન્જ ૨-૬ ટકા નક્કી કરી હતી.

સરકારે જુલાઈ ૨૦૨૧ માટે IIP ડેટા ૧૨ જુલાઈએ જાહેર કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી IIP ના ગ્રોથ નકારાત્મક રહી હતી. સરકારે કહ્યું કે ગયા વર્ષે માર્ચ ૨૦૨૦ થી કોરોનાવાયરસ સંક્રમણને કારણે લોકડાઉન થયું હતું, જેના કારણે ગયા વર્ષના ગ્રોથના આંકડા પર નજર નાખવી જોઈએ. વાજબી છે કે મે ૨૦૨૧ ના આંકડાની તુલના મે ૨૦૨૦ સાથે ન થવી જોઈએ કારણ કે તે દરમિયાન લોકડાઉન હતું. કોરોનાવાયરસ સંક્રમને કારણે દેશભરમાં લોકડાઉન થવાને કારણે ફેક્ટરીમાં કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના આઉટપુટ ૩૪.૫ ટકાનો વધારો થયો છે. એના પહેલા લો બેસ ઇફેક્ટને કારણે એપ્રિલમાં તેની ગ્રોથ ૨૦૦ ટકા હતી. માર્ચમાં તેની સરકારી ગ્રોથ ૨૫.૮ ટકા રહી છે.