ન્યુ દિલ્હી,તા.૨૦ 

કોરોના વાયરસના કેરની વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. સામાન્ય રીતે જૂનમાં જ શરૂ થઇ જતી કૈલાસ યાત્રામાં ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. હિન્દુ ધર્મમાં ચાર યાત્રાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવેલું છે અને જેમાં કૈલાસ માનસરોવરનો પણ સમાવેશ થાય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ સુધી યાત્રાનો પ્રારંભ થયો થયો નથી. અધૂરામાં પૂરું હવે ચીન સામે સરહદે તણાવ વધી ગયો છે. આ Âસ્થતિમાં આ વખતે કૈલાસ માનસરોવર યોજાય જ નહીં તેની સંભાવના વધી ગઇ છે. અલબત્ત, આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જાણકારોના મતે કૈલાસ માનસરોવર યાત્રા ઉત્તરાખંડના લિપુલેખ પાસ, સિક્કીમના નાથુલા પાસ એમ બે રૂટ ધરાવે છે.